ચેક વિતરણ

ધી યુથ અર્બન દ્વારા કોરોના મહામારી ના સમયમાં મૃત્યુ પામનાર સભાસદો ના પરિવારને આર્થિક સહાય.

સહકરી સંસ્થા ધી યુથ સેવિંગ્ઝ એન્ડ ક્રેડિટ કો-ઓપ.સોસા.લિ. ના 13 સભાસદો ના કોરોના મહામારી સમયમાં દુઃખદ અવસાન થયેલ, આવી પરિસ્થિતિ માં સંસ્થા દ્વારા સભાસદો ના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા ના ઉદેશ્ય થી સંસ્થાની સભાસદ કલ્યાણફંડ યોજના અંતર્ગત દરેક પરીવાર ને રૂ. 40,000/- અંકે રૂપિયા ચાલીસ હજાર ની સહાય ના ચેક અર્પણ કરાયા.આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે બારડોલી ના સંસદ સભ્યશ્રી પ્રભુભાઇ વસાવા, અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી વીપુલભાઈ દુઘાત, અમરેલી થી શ્રીરાજેશભાઈ મંગરોળિયા સંસ્થા ના ચેરમેન શ્રી ભાવેશભાઈ રાદડિયા તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તથા સભાસદો અને ઓફીસ સ્ટાફ હાજર રહેલા. આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન સંસ્થાના મેનેજરશ્રી શૈલેષ રાદડિયા તથા ઓફીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ.

આભાર