ચેક વિતરણ

ધી યુથ અર્બન દ્વારા કોરોના મહામારી ના સમયમાં મૃત્યુ પામનાર સભાસદો ના પરિવારને આર્થિક સહાય.

સહકરી સંસ્થા ધી યુથ સેવિંગ્ઝ એન્ડ ક્રેડિટ કો-ઓપ.સોસા.લિ. ના 13 સભાસદો ના કોરોના મહામારી સમયમાં દુઃખદ અવસાન થયેલ, આવી પરિસ્થિતિ માં સંસ્થા દ્વારા સભાસદો ના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા ના ઉદેશ્ય થી સંસ્થાની સભાસદ કલ્યાણફંડ યોજના અંતર્ગત દરેક પરીવાર ને રૂ. 40,000/- અંકે રૂપિયા ચાલીસ હજાર ની સહાય ના ચેક અર્પણ કરાયા.આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે બારડોલી ના સંસદ સભ્યશ્રી પ્રભુભાઇ વસાવા, અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી વીપુલભાઈ દુઘાત, અમરેલી થી શ્રીરાજેશભાઈ મંગરોળિયા સંસ્થા ના ચેરમેન શ્રી ભાવેશભાઈ રાદડિયા તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તથા સભાસદો અને ઓફીસ સ્ટાફ હાજર રહેલા. આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન સંસ્થાના મેનેજરશ્રી શૈલેષ રાદડિયા તથા ઓફીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ.

આભાર

આત્મનિર્ભર સહાય યોજના લોન

  • વર્ષ - 2007 ના વર્ષ થી સેવા, સહકાર અને સંગઠન ના ઉદ્દેશથી એક નાનકડા છોડની માફક શરૂ થયેલી સંસ્થા જોત જોતામાં આજે એક મોટું વટવ્રૂક્ષ બની ગઈ છે જેમાં 3463 સદસ્યો અમારા ઘી યુથ સેવિંગ્સ & ક્રેડિટ કો. ઓપ. સોસા. લિ ના પરિવારનો એક અહમ હિસ્સો બન્યા છે. 
  • અમારી આ સંસ્થા એ એક એવું સ્વાયત મંડળ છે જેમાં સમાજ ના પ્રત્યેક લોકો પોતાની સ્વઈચ્છાએ આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક જરૂરિયાતો અને અપેક્ષાઓ સંતોષવા સહકારની ભાવનાથી એકત્રિત થાય છે.  
  • આજે અમારી આ સંસ્થા પોતાનું અદ્યતન ઓફિસ પરિસર ધરાવે છે અને અમારો દરેક ઓફિસ સ્ટાફ પરિવાર સભાસદોને સહકારની ભાવના થકી મદદરૂપ થવા હર હંમેશ તત્પર રહે છે. 

ભેટનું વિતરણ

અમારી સંસ્થા આજે 2 કરોડ 50 લાખ થી વધુ શેર ભંડોળ ધરાવે છે અને 12 કરોડ જેટલી રકમ સભાસદોને ધિરાણ સવરૂપે ફાળવેલ છે અને ગર્વીની વાત એ છે કે આટલું મોટું નાણાકીય વહીવટ સંપૂર્ણ પારદર્શિતા ધરાવે છે જેની સાબિતી અમારા ઓડિટ વર્ગ બતાવે છે. જી.હા. છેલ્લા ઘણા વર્ષોથી આમારી આ સંસ્થા સતત 'અ' વર્ગનું ઓડિટ ધરાવે છે.

અમારી આ સંસ્થા એ એક એવું સ્વાયત મંડળ છે જેમાં સમાજ ના પ્રત્યેક લોકો પોતાની સ્વઈચ્છાએ આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક જરૂરિયાતો અને અપેક્ષાઓ સંતોષવા સહકારની ભાવનાથી એકત્રિત થાય છે.

આજે અમારી આ સંસ્થા પોતાનું અદ્યતન ઓફિસ પરિસર ધરાવે છે અને અમારો દરેક ઓફિસ સ્ટાફ પરિવાર સભાસદોને સહકારની ભાવના થકી મદદરૂપ થવા હર હંમેશ તત્પર રહે છે.